Celebration of Kisan Samman Diwas on 23rd December 2025 and awareness creation on Viksit Bharat- G RAM G Bill, 2025
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી ખાતે “કિસાન સમ્માન દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૩/૧૨/૨૦૨૫ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી
ચૌધરી ચરણસિંહની જન્મતિથિ નિમિતે તેમની યાદમાં “કિસાન સમ્માન દિવસ”ની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં ભારત સરકારના કૃષિમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે ઓનલાઈનના માધ્યમથી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું
હતું. તેમને ખેડૂતોને વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (GRAMIN)માટેની ગેરંટી વિકસિત ભારત – જી
રામ જી (VB G RAM G) અધિનિયમ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા અને ખેડૂતોને તે કંઈ રીતે ફાયદાકારક છે. તેની
સમજ આપી હતી.
આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો તેમજ જી.એસ.એફ.સી.ના અધિકારીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સંકલિત
ખાતર વ્યવસ્થાપન, સંકલિત રોગ જીવાત નિયંત્રણ વગેરે પર ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે જીલ્લાના અલગ
અલગ ગામોના પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ તથા બહેનોને સન્માનપત્રક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી તથા જી.એસ.એફ.સી.ના સહયોગથી આયોજીત કરવામાં આવેલ આ
કાર્યક્રમમાં આસપાસના ૩૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો.